ભીમનાથ મહાદેવ મંદિર

લગભગ અંદાજે 5500 વર્ષ પહેલા પાંડવોના ગુપ્તવાસ દરમિયાન અહીં પાંચ ભાઈઓ માંથી ભીમ દ્વારા મહાદેવ ની સ્થાપના કરવામાં આવેલ હતી

ધાર્મિક મહાત્યમ :

પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના જમવું નહી એવું વ્રત હતું. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંઈ શિવલિંગ ન મળતા દિવસો સુધી પાંડવો ભૂખ્યા રહ્યા. ભીમ તો ભૂખથી રહી શકે નહીં. આથી તેણે  શિવલિંગ આકારનો પથ્થર લઈ વૃક્ષ નીચે રાખ્યો અને તેના પર ફૂલો ચડાવ્યા. પછી ભાઈ અર્જુન અને માતા કુંતીને આ સ્થળ બતાવી જણાવ્યું કે અહીં જ શિવલિંગ છે.

શિવભક્ત અર્જુન ભાવવિભોર થઈને શ્રદ્ધાથી બાજુમાં વહેતી નદીમાંથી જળ લાવી શિવપૂજન કર્યું હતું. પછી પાંડવો જમ્યા. જમ્યા પછી ભીમે કહ્યું કે આ કોઈ શિવલિંગ નથી પરંતુ પથ્થર છે ત્યારે અર્જૂન કહે કે તે શિવલિંગ જ છે. ભીમ તે શિવલિંગને ઉપાડીને બતાવવા જતો હતો કે તે પથ્થર છે પણ તે શિવલિંગ તેનાથી ઉપડી નહીં.

આજે પણ આ શિવલિંગ મોજુદ છે. આ વૃક્ષનું મહત્વ એટલું બધુ છે, કે અહીં આવેલા શિવલિંગની ઉપર જ વરખડીનું વુક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ થતું નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું મંદિર હશે જેમાં શિખર નથી અને મહાદેવ એક વૃક્ષ નીચે બિરાજમાન થયા છે. અનેક વાર પ્રયત્નો કરવા છતા આ વૃક્ષને કાપી અથવા તો પાડી શકાયું નથી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શનાર્થે આવતા હતા.

આ ઝાડનો મહિમાં એટલો બધો છે, કે અહીં ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ જરે છે. અને ભાવિકો દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આ મંદિર એટલું પ્રખ્યાત થઇ ગયું છે, કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટે ભંડારો પણ કરવામાં આવે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. 

નિર્માણ: શિવનો મહિમા અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવ મંદિરોનો સમગ્ર વિશ્વમાં આવેલા છે. અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવા જ ક્યાણકારી પરમ કૃપાળું સદા શિવના એક અલાયદા સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15-17કિ.મી દૂર ભાવનગર રોડ પર ભીમનાથ ગામ આવેલુ છે.

5500 વર્ષ પહેલા કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીંયા આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીયાં ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5500 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે. જેટલો મહિમા ભગવાન શિવનો છે, તેટલો જ મહિમા અહીં આવેલા વરખડીના વૃક્ષના દર્શન કરવાનો છે. કહેવાય છે, કે અહીં આવેલા વરખડીના વૃક્ષનો અને ભગવાન મહાદેવનો સીધો સંબંધ છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started