ગુજરાત સ્થાપના દિવસ :

ઉતરે ઈડરિયો ગઢ ભલો,દખ્ખણે દરિયાની અમીરાત,ખમીર જેનુ ખણખણે,એ છે ધમધમતુ ગુજરાત. ગુજરાત સ્થાપના દિવસ નીહાર્દિક શુભકામનાઓ….. જય જય ગરવી ગુજરાત ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ થવાની એ કહાણી જેમાં અનેકે જીવ ગુમાવ્યાં હતાં ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.Continue reading “ગુજરાત સ્થાપના દિવસ :”

રાણકી વાવ

રાણકી વાવ : રાણકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ ઐતિહાસિક વાવ છે . સોલંકી વંશના ભીમદેવ પહેલાંની પટરાણીનું નામ ઉદયમતી હતું . ઉદયમતીએ પોતાના પતિની યાદમાં પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે આ સુંદર રાણકીવાવ બંધાવી હતી . આ વાવ જમીનની સપાટીએથી સાત મજલા ( માળ ) ઊંડી છે . દરેક માળની દીવાલો પર દેવ –Continue reading “રાણકી વાવ”

અડાલજની વાવ

અડાલજની વાવ : હાલમાં આ અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે . આ વાવ અમદાવાદથી લગભગ 15 કિમી . દૂર છે . આ વાવમાંથી ઈ.સ .1499 ની સાલનો સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવેલ છે તેની પરથી જાણવા મળે છે કે રૂડાદેવી ( રૂડીબાઈ ) એ તેમના પતિ વિરસંગ વાઘેલાની યાદમાં આ અડાલજની વાવContinue reading “અડાલજની વાવ”

મોઢેરાનું સૂર્યમંદિર

મોઢેરાનું સૂર્યમંદિર : મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે . આ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પહેલાના શાસન દરમિયાન ઈ.સ .1027 માં બંધાયું હતું . મોઢેરા સ્થિત સૂર્યમંદિરનું નિર્માણ ભૌગોલિક સંરચના સાથે તાલબદ્ધ છે . આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધીContinue reading “મોઢેરાનું સૂર્યમંદિર”

પાલીતાણા

પાલીતાણા :ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ અને ભાવનગર શહેરથી લગભગ 60 કિમી . દૂર શૈત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની આસ્થાનું સ્થાનક અને ભારતખ્યાત મહાતીર્થ “ પાલિતાણા ” આવેલું છે . 600 મીટર ઊંચી શેત્રુંજય પર્વતમાળા પરના 863 જેટલા ભવ્ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે . સ્થાપત્ય અને શિલ્પકળાનીContinue reading “પાલીતાણા”

ગિરનાર

ગિરનાર : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલો પર્વત ગિરનાર હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થલ ગણાય છે . લગભગ 3650 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવવાળા પર્વત સાથે વૈદિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ગિરનાર જુદા – જુદા સમયમાં જુદા – જુદા નામે પ્રચલિત હતો . સૌપ્રથમ તે ઉજ્જયંત , મણીપુર , ચંદ્રકેતુપુર ,Continue reading “ગિરનાર”

અક્ષરધામ મંદિર

અક્ષરધામ મંદિર (ગાંધીનગર ) : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું આ અક્ષરધામ મંદિર આવેલું છે . આ અક્ષરધામ મંદિર ગુજરાતના હિન્દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે . જેમાં કળા , સ્થાપત્ય , શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે . 23 એકરના વિશાળ વિસ્તારમાં અક્ષરધામ સંકુલ આવેલું છે જે રાજસ્થાનીContinue reading “અક્ષરધામ મંદિર”

તાના-રીરી મહોત્સવ

તાના-રીરી મહોત્સવ: મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ તાના – રીરી ના સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે . આ મહોત્સવમાં સમૂહ ગાયન , સમૂહ સિતારવાદન , શાસ્ત્રીય ગાયન , અને શાસ્ત્રીય નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે . આ મહોત્સવમાં દેશ – વિદેશના પ્રખ્યાત નૃત્ય કલાકારોContinue reading “તાના-રીરી મહોત્સવ”

ચિત્ર-વિચિત્ર નો મેળો

ચિત્ર-વિચિત્ર નો મેળો : ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે ચિત્ર-વિચિત્ર ના મેળાને યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે આસપાસના વિસ્તારોમાંથી ભીલ જનજાતિના લોકો પણ મોટી સંખ્યામાં આ મેળો માણવા માટે આવે છે . ગરાસિયા અને ભીલ આદિવાસીઓ તેમના પરંપરાગત પોશાકમાં રંગીન કપડા , પુરુષોનો પોશાક સામાન્ય રીતે એકContinue reading “ચિત્ર-વિચિત્ર નો મેળો”

પલ્લીનો મેળો

રૂપાલ : પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના  રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ ‍(૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે. દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે. આ રૂપાલ ગામમાં આદ્યશક્તિ વરદાયિની માતાનું મંદિર આવેલું છે . અહીંયા વરદાયિની માતાની પલ્લી ભરાય છે એટલે કે માતાના શ્રદ્ધાળુ ભક્તો આસો સુદ નોમના દિવસે માતાનીContinue reading “પલ્લીનો મેળો”

Design a site like this with WordPress.com
Get started