રાણીનો હજીરો

ગુજરાતના અમદાવાદામાં માણેકચોકમાં આવેલી કબરોનો સમૂહ

અહમદશાહ(1)ની રાણીઓની કબર

ઇતિહાસ અને સ્થાપત્ય

રાણીનો હજીરો માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં આવેલો છે. આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. પ્રાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમની અને ગુજરાત સલ્તનતના અન્ય શાસકોની રાણીઓની કબરો આવેલી છે. આ કબરો કોતરણી વાળી છે અને તેમાં મીના અને ધાતુની જડિત કોતરણી કરેલ છે.

મુખ્ય કબર મુઘલાઇ બીબી, મહંમદ શાહ બીજાની પત્નિ અને મહમદ બેગડાની માતાની છે. તે સફેદ આરસની છે અને તેની ઉપર ફારસી ભાષામાં લખાણ લખેલું છે. બાજુની કબર કાળા પથ્થરની છે અને તે મિરકી અથવા મુરકી બીબી, શાહ-એ-આલમની પત્નિની છે, જે રાણીની બહેન અને સિંધના જામની દીકરી હતી. આ કબરો ઉત્તમ કોતરણી ધરાવે છે, જે અહમદ શાહ પહેલાના વખતમાં પ્રચલિત થઇ હતી. પથ્થરો પરની કારીગિરી અને કોતરણી હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓની અસરો ધરાવે છે. કબરોની દેખરેખ રાખવા માટે હજિરાની અંદર કેટલાંક મુસ્લિમ પરિવારો વસે છે.

બજાર

આ વિસ્તારની આજુ-બાજુનો વિસ્તાર હવે સ્ત્રીઓનાં વસ્ત્રો, ઝવેરાત અને વસ્તુઓનું બજાર છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો પણ અહીં મળે છે. ઘણાં પ્રકારના મુખવાસોની દુકાનો અહીં આવેલી છે

Leave a comment

Design a site like this with WordPress.com
Get started