સાળંગપુર

કષ્ટભંજનદેવ મંદિર. સાળંગપુર. ગુજરાત

સાળંગપુર:

સાળંગપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા બોટાદ જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ હનુમાન મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર, સ્વામીનારાયણ સંપ્રદાય હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે.

હનુમાન મંદિર, સાળંગપુર : ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

ઇતિહાસ :

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started