અંબાજી મંદિર

અંબાજી :

ગુજરાતની ઉત્તર દિશામાં અને રાજસ્થાનની સરહદ પર આવેલ અંબાજી ગુજરાતનું સૌથી મોટું અને સુપ્રસિદ્ધ યાત્રાધામ છે .

અહીં ભાદરવી પૂનમના મેળાના સમયે 30 લાખ જેટલા યાત્રાળુઓ માં અંબાના દર્શનાર્થે પગપાળા તેમજ વિવિધ સંઘો સાથે માતાજીના ગુણગાન ગાતા આવતા હોય છે .

અહીં મુખ્ય સ્થળોમાં અંબાજી શક્તિપીઠ , ભગવાન શ્રીકૃષ્ણના ચૌલકર્ણ ( માથાના વાળ ઉતારવાની વિધી ) સાથે સંકળાયેલ માનસરોવર કુંડ , દેવોને મહિસાસુર રાક્ષસના ત્રાસથી છુટકારો અપાવનાર અંબાજી માતાનું અસલ સ્થાન એવું અંબાજીનો ગબ્બર , સરસ્વતી નદીના ઉત્પત્તિ સ્થળ તરીકે જાણીતું કોટેશ્વર મંદિર અને તેની પાસે આવેલ પૌરાણિક વાલ્મિકી આશ્રમ , આરસની ભવ્ય કલાત્મક કોતરણી માટે પ્રખ્યાત કુંભારીયા જૈન દેરાસર તેમજ તેની પાસે આવેલ કુંભેશ્વર મહાદેવ નું મંદિર અને ત્યાંથી બે કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી રીંછડિયા મહાદેવ , દક્ષિણ ભારતના શિલ્પ સ્થાપત્ય અનુસાર રચના ધરાવતું કામાક્ષી મંદિર ઉપરાંત અજયમાતાનું મંદિર , ગાયત્રી મંદિર તેમજ ચુંદડીવાળા માતાજી નું સ્થાન જેવા ઘણા જાણીતા ધર્મસ્થળો આવેલા છે .

ધર્મસ્થળો ઉપરાંત પણ અહીં ઘણા પ્રવાસન કેન્દ્રો આવેલા છે જે અંબાજી ને માત્ર યાત્રાધામ પૂરતું સીમિત ન રાખતા દરેક પ્રકારના પ્રવાસીને લાંબા સમય સુધી રોકવા આકર્ષિત કરે છે . જેમકે અંબાજી થી વિરમપુર તરફ જતાં ૧૦ કિલોમીટર આગળ સેબલપાણી નામે ગામ આવે છે , જે કુદરતી સૌંદર્ય , આદિવાસી સંસ્કૃતિ અને ઐતિહાસિક ગુફાચિત્રો એ ત્રણેય બાબતોનો સમન્વય ધરાવતું ગામ છે .

એવી જ રીતે અંબાજી થી 40 કિલોમીટર જેટલા અંતરે દાંતા તાલુકાના બે ગામો ગઢ મહુડી અને કાંટીવાસ નો વિસ્તાર ૧૧ મી સદી થી ૧૬ મી સદી સુધી આ વિસ્તાર પરમાર રાજાઓની રાજધાની હતી અને તરસંગ નામે જાણીતું સમૃદ્ધ નગર હતું . સમૃદ્ધ નગર હતું . અહીં પ્રાચીન પંચાયતન મંદિરો , મકાનો , મહેલો , શિલ્પો તેમજ વાવ ના અવશેષો ખંડિત અવસ્થામાં મળી આવે છે . વધુમાં અંબાજીની પ્રાચીન અરવલ્લીના પહાડોની હારમાળા માં આવેલ ટેકરીઓમાં ખમીરવંતી આદિવાસી પ્રજા વસવાટ કરે છે તેમજ તેમની ગૌરવરૂપ સંસ્કૃતિનો ઇતિહાસ આ ટેકરીઓમાં છુપાયેલો છે .

અહીં મુખ્યત્વે ભીલ અને ગરાસિયા આદિવાસી પ્રજા જોવા મળે છે અને અંબાજી પાસે આવેલા નવા વાસકાંઠા , લોટોલ , અંબેરા , નાગેલ , ગુડા , વિરમપુર , સનાલી વગેરે જેવા ગામો જોવા મળે છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started