






ઇતિહાસ :
મિત્રો .
જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર , ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે . દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે .
આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા . પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું . યુધ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા . આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો .
જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “ મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું . ” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું . તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી . પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું . એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી .
તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા . અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ . તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા . તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો . તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી .
બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો . ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી . તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા . તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ . જેથી હું મારા પિતાને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું .
તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો , દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે . અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો . ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં , એ રસ્તે પગથિયાનું સર્જન કરજે .
આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા . વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો . માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા અને પગથિયાં બન્યા