


દુલા ભાયા કાગ:
પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે દુલા ભાયા કાગ એટલે પ્રખ્યાત ગુજરાતી કવિ , ગીતકાર , લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે . તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ ( મજાદર ) ખાતે થયો હતો . તેઓ ચારણ હતા . કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે , એમ તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત , શોષિત , પીડિતના દર્દને વાચા આપી હતી . તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા .
જ્ઞાન , ભક્તિ અને નીતિ – આચારણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે . જેના આઠ ભાગ આવ્યા છે , જેમાં ભજનો , રામાયણ , મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો છે . તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે . 1962 માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો . 25 નવેમ્બર 2004 ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી .
કાગવાણીની સમજવા જેવી વાતો : -એવા લોકોને પોતાના મિત્ર ક્યારેય ના બનાવશો જે લોકો પોતાની પર દેવું હોવા છતાં અનોખા મોજશોખ કરતા હોય છે , જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહિ , ખાસ મિત્ર પાસેથી સલાહ લેનાર અને તેની જ ખાનગી માહિતી એ બહાર લાવનાર વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરશો નહિ .
ભૂખ લાગવી એ સામાન્ય વાત છે પણ એકવાર પેટ ભરીને જમી લીધા પછી પણ ખાવું એ વિકૃતિ છે અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને ભરપેટ ખવડાવે એ સંસ્કૃતિ છે .
વિદ્યાર્થીએ ભણવામાં , ખેડૂતને ખેતી કરવામાં , સ્ત્રીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ .
થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે , ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે અને ઉત્સાહ વગર સફળતા પણ બહુ દુર લાગે .
વગર મહેનતે બનેલ ધનવાન , થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઉંચે ઉડતું પાંદડું પોતાની જાતને મહાન સમજે છે .
નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે , અંકુશ કરવાથી હાથી કાબુમાં આવે છે , નમ્રતાથી વાત કરવામાં આખું વિશ્વ કાબુમાં થાય છે અને જો બુદ્ધિમાન અને વિદ્વાનોને કાબુમાં કરવા માટે વિનયથી વાત કરવી પડે છે .
આવી તો ઘણીય વાતો કવિની છે કવિશ્રી ને સતસત નમન












































































































































































