ચોટીલા

ચામુંડા માતાજી મંદિર

શું તમેશ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ જાણો છો ?

ચોટીલા – રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે . ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો . અહીં માતા ચામુંડાનું મંદિર છે . માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે , જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા , કાલી માતા , અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે . ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે . માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે . આજે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે . આશરે 20,000 લોકોની વસતી ધરાવતું ચોટીલાનો સ્થાનિક વહીવટ ચોટીલા નગરપાલિકા કરે છે . જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે . ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે . ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે . રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં – 8 – એ પર વચ્ચે આવે છે ચોટીલા . અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે . સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ , ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે . ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફીટ જેટલી છે .

ચોટીલામાં પ્રવેશતા જ સંખ્યાબંધ ચૂંદડી અને પ્રસાદની દુકાનો નજરે ચઢે છે . આ સિવાય ચામુંડા માતાજીના મહિમાનું ગાન કરતી કેસેટો , સીડી , ડીવીડીની દુકાનો તો ખરી જ ! ચોટીલા પર્વતના તળિયે આવી સેંકડો દુકાનો જોવા મળે છે . ચોટીલા પર્વતથી થોડે દૂર વાહન પાર્ક કર્યા બાદ શ્રદ્ધાળુઓએ થોડું અંતર ચાલિને કાપવું પડે છે ત્યાર બાદ પર્વતના ચઢાણની શરૂઆત થાય છે . છેક પર્વતના શિખર સુધીના પગથિયાં પથ્થર વડે બનેલા છે . બારેય મહિના શ્રદ્ધાળુઓથી ધમધમતું મંદિર વર્ષના બારેય મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ , મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે . આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે . ચોટીલા પર્વતની તળેટીમાં જ ચોટીલા – નગર પણ વસ્યું છે . જાણે કે માતાજીની કૃપાદ્રષ્ટિ હેઠળ વસેલું નગર ! નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે . એવું કહેવાય છે કે દરરોજ સાંજે આરતી પૂરી થયા પછી દરેક વ્યક્તિ પર્વતથી નીચે આવી જવું પડે છે . પૌરાણિક કથા અનુસાર , દાનવ ચંડ અને મુંડતથા દેવી મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું . યુદ્ધમાં દેવીએ બંને દાનવોનો શિરચ્છેદ કર્યો અને તેને માતા અંબિકાને ભેટ ધર્યા.મહાકાળી માને આશીર્વાદ આપ્યા કે તમે ચામુંડામા ના નામે ઓળખાશો .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started