માણેકઠારી પૂનમનો મેળો

માણેકઠારી પૂનમનો મેળો : ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ ( શરદ પૂનમ ) ના દિવસે માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે . શરદ પૂનમનો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે . શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટાં તીથમાનું એક છે . પૌરાણિક કથા પ્રમાણે મથુરામાં જરાસંઘને 18 વખત હરાવ્યા પછી કાલયવને મથુરા પર ચઢાઈ કરી .

ભગવાન શ્રીકૃષ્ણ પોતાની દૂરદર્શિતાથી અને યાદવોનો સંહાર અટકાવવા માટે મથુરાનું રણમેદાન છોડ્યું અને દ્વારકામાં આવીને વસવાટ કર્યો . આ સમયેથી તે “ રણછોડ ” તરીકે ખ્યાતિ પામ્યા .

ડાકોરનો બોડાણા ભક્ત ભગવાન રણછોડનો અનન્ય ભગત હતો . તેની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા ત્યારથી ડાકોર રણછોડરાયનું ધામ તરીકે પ્રખ્યાત છે .

આમ તો ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે . પરંતુ સૌથી મોટો મેળો આ શરદ પૂનમના દિવસે ભરાતો માણેકઠારી મેળો છે . એવું કહેવાય છે કે આ દિવસે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય છે માટે તેમને રેશમી વસ્ત્રો અને કિંમતી અલંકારોથી શણગારી સવા લાખ રૂપિયાનો ખાસ મુગટ પહેરાવાય છે .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started