માણેકઠારી પૂનમનો મેળો

માણેકઠારી પૂનમનો મેળો : ખેડા જિલ્લાનાં ડાકોરમાં આસો સુદ પૂનમ ( શરદ પૂનમ ) ના દિવસે માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે . શરદ પૂનમનો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે . શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડાકોર વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ માટે મોટાં તીથમાનું એક છે . પૌરાણિક કથા પ્રમાણે મથુરામાં જરાસંઘને 18 વખત હરાવ્યા પછી કાલયવને મથુરા પર ચઢાઈ કરી .

ભગવાન શ્રીકૃષ્ણ પોતાની દૂરદર્શિતાથી અને યાદવોનો સંહાર અટકાવવા માટે મથુરાનું રણમેદાન છોડ્યું અને દ્વારકામાં આવીને વસવાટ કર્યો . આ સમયેથી તે “ રણછોડ ” તરીકે ખ્યાતિ પામ્યા .

ડાકોરનો બોડાણા ભક્ત ભગવાન રણછોડનો અનન્ય ભગત હતો . તેની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશ મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા ત્યારથી ડાકોર રણછોડરાયનું ધામ તરીકે પ્રખ્યાત છે .

આમ તો ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે . પરંતુ સૌથી મોટો મેળો આ શરદ પૂનમના દિવસે ભરાતો માણેકઠારી મેળો છે . એવું કહેવાય છે કે આ દિવસે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપે હાજર હોય છે માટે તેમને રેશમી વસ્ત્રો અને કિંમતી અલંકારોથી શણગારી સવા લાખ રૂપિયાનો ખાસ મુગટ પહેરાવાય છે .

ભવનાથ મહાદેવનો મેળો

ભવનાથ મહાદેવ નો મેળો:  ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનો મેળો યોજાય છે. ભવનાથનો મેળો ગુજરાત રાજ્યના અગત્યના મેળાઓમાંનો એક છે.

પ્રાચીન ભવનાથ મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ સ્વયંભૂ છે .

આ મેળાની શરૂઆત મહા વદ અગિયારસે થાય છે જે મહા વદ અમાસ સુધી ચાલે છે . પરંતુ મહાશિવરાત્રીનો દિવસ એટલે કે મહા વદ તેરસ આ મેળાનો વિશિષ્ટ દિવસ છે .

મહાશિવરાત્રીના ખાસ દિવસે ભગવાન ભવનાથના દર્શન કરવા નાગા બાવાઓ કે અઘોરીઓ , સાધુ , સંતો , સંન્યાસીઓ વગેરેની જનમેદની ઊમટી પડે છે .

નાગા બાવા ( સંતો ) ના અખાડાની પૂજા શરૂ થાય છે . જેમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે . હાથી પર શોભાયમાન , હાથમાં ધજા – પતાકાં રાખીને નૃત્ય કરતા કરતા આ શોભા યાત્રા શરૂ થાય છે . મધ્યરાત્રિએ મંદિર પહોંચીને કુંડસ્નાન કરે છે . કુંડ મેળાથી અલગ ફક્ત ત્રણ અખાડાં કુંડમાં સ્નાન કરે છે . એમ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ ધરતી પરના પુણ્ય આત્મા સાથે મુલાકાત કરે છે .

અહી ભક્તજનો અને યાત્રાળુંઓ માટે મફત ભોજન – પ્રસાદની સુવિધા પણ રાખવામાં આવે છે . મેળામાં પવિત્ર મોતી , કિંમતી રત્નો , નંગોના વેચાણ માટે દુકાનો હોય છે . ઉપરાંત છેક અયોધ્યા અને મથુરાના વેપારીઓ તેમની કળાકારીગરીના નમૂનાના વેચાણ માટે અહીં આવે છે . રૂદ્રાક્ષના અલભ્ય નમૂનાઓ જુદા – જુદા રૂપે આ મેળામાં જોવા મળે છે . આ મેળામાં પીત્તળ અને તાંબાના કલાત્મક વાસણો પણ ખાસું આકર્ષણ જમાવે છે .

આ ભવનાથ મંદિર પાસેથી સુવર્ણરેખા નદીની પાતળી સેર પસાર થાય છે . આ સ્થળે મુચકુંદ , ભર્તુહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે . આહીર અને મેર જાતિના લોકોનું આ આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે .

અદ્ભુત , અલૌકિક સમાન ભવનાથનું આ મંદિર ચાર દિવસ સુધી જનમેદનીથી ઘેરાયેલું રહે છે અને રાત્રિના સમયે ભજન-કીર્તન અને રાસ-ગરબા વગેરે આ સ્થળમાં ભક્તિમય વાતાવરણ ઉભું કરી દે છે

શામળાજી નો મેળો

શામળાજી : અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીને કિનારે આવેલા પુરાતન તીર્થ શામળાજીમાં એક મોટો મેળો ભરાય છે . આ મેળાની શરૂઆત દેવ ઉઠી અગિયારસથી થઈ જાય છે અને ત્રણ અઠવાડિયા ચાલે છે પરંતુ આ મેળાનો મુખ્ય દિવસ કારતક સુદ પૂનમ ગણવામાં આવે છે .

આ મેળામાં ગુજરાતના જ નહિં પરંતુ રાજસ્થાન , મધ્યપ્રદેશ અને ભારતભરમાંથી લોકો મુખ્યત્વે આદિવાસીઓ આવે છે .

આ મેળો આદિવાસીઓનો મેળો તરીકે પણ પ્રખ્યાત છે . અહીંયા “ કાળિયા બાવજી ” એટલે કે શામળાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખનાર આદિવાસીઓની વિશાળ જનમેદની ઊમટી પડે છે .

આ મેળામાં યંત્ર – મંત્ર – તંત્ર વગેરેની સાધના કરનાર જોગીઓ અને ભૂવાઓ પણ મોટી સંખ્યામાં ઊમટી પડે છે .

કારતક સુદ પૂનમના દિવસે મેશ્વો નદીમાં સ્નાન કરવાનો પણ અનેરો મહિમા છે . લોકો સ્નાન કરી ભજન કીર્તન દ્વારા પોતાના ઈષ્ટ શામળાજીને પ્રસન્ન કરવા પ્રયત્નશીલ રહે છે .

મેળાના સંદર્ભે એક લોકગીત ખૂબ જ પ્રખ્યાત છે: ‘શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !’

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો : વૌઠાનો મેળો  ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે. વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે.

વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે .હકીકતમાં તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે.  આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ અને શેઢી નદીઓ મળે છે, તેથી અહીં સાત નદીઓનો સંગમ થાય છે. જેમાં – ( 1 ) સાબરમતી ( 2 ) શેઢી ( 3 ) હાથમતી ( 4 ) વાત્રક ( 5 ) ખારી ( 6 ) મેશ્વો ( 7 ) માઝમ

આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે . પરંતુ લગભગ એક મહિના સુધી લોકો અહીં આવ – જા કરે છે .

કારતક સુદ પૂનમના દિવસે સાત નદીઓના સંગમ સ્થળે સ્નાન કરીને લોકો ધન્યતા અનુભવે છે . અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળાઓમાં વૌઠાનો મેળો મોટામાં મોટો છે .

આ મેળાની ખાસિયત એ છે કે અહીંયા ગધેડાઓ તથા ઊંટોને શણગારીને ખરીદ – વેચાણ માટે લાવવામાં આવે છે . તેથી આ એક પશુ મેળા તરીકે પ્રખ્યાત છે .

આ સ્થળ પૌરાણિક રીતે પણ ખૂબ જ મહત્વનું છે , કારણકે , હાલનું ધોળકાએ પ્રાચીન વિરાટનગર હતું . પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસ વિરાટનગરમાં જ વીતાવ્યો હતો . આ મેળામાં અનેક હાટડીઓ , મોટી દુકાનો અને મનોરંજનને લગતાં ઘણાં સાધનો પણ હોય છે .

રાજય સરકાર અને તાલુકા પંચાયત તરફથી અહીયાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજન મંડળી વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે .

તરણેતરનો મેળો

તરણેતર : તરણેતર  ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે.તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતરના મેળા થી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે.

તરણેતરનો મેળો : આ મેળો ગુજરાત તથા ભારત નો સૌથી પ્રખ્યાત મેળો છે, આ મેળો સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ તરણેતર નામના ગામમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાતો મેળો છે.

આ મેળો ભાદરવા સુદ – ચોથ, પાંચમ અને છઠ એમ ત્રણ દિવસ ભરાય છે .જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે એ સમયે વિદેશીઓ પણ આ મેળો જોવા આવે છે .

ત્રિનેત્રેશ્વર શબ્દ લોકબોલીમાં તરણેતર થઈ ગયો . તરણેતર એટલે લોકજીવનનો રંગ મેળો – ઉમંગભેળો .

તરણેતરનો મેળો ગુજરાતમાં ભરાતો એક સૌથી મોટો અને આકર્ષક મેળો છે . એની વિશિષ્ટતા એ છે કે એમાં ગુજરાતમાંના લોક સમુદાયનું આદર્શ પ્રતિબિંબ જોવા મળે છે . એમાં ગુજરાતની કણબી , કાઠી , કોળી , ભરવાડ અને રબારી પ્રજા ઉપરાંત દેશ – વિદેશમાંથી પણ જિજ્ઞાસુઓ ખાસ હાજરી આપે છે .

આ પ્રજાના પરંપરાગત જાજરમાન જાડાં વસ્ત્રો અને ચાંદીના ચમકતા આભૂષણો તરણેતરના આ મેળાને ગુજરાતની લોકસંસ્કૃતિનું એક નમૂનારૂપ નજરાણું બનાવે છે .

તરણેતરનો મેળો જ્યાં ભરાય છે તે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખપતના રાજવી કરણસિંહજીએ એમની પુત્રી કરણબાની યાદમાં ઈ.સ .1902 માં બંધાવેલું હતું .

આ સ્થળને પુરાતત્વ વિભાગ તરફથી રક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે .

રૂપાળાં છોગલાં ઉડાડતા , કેડિયાં ઘુમાવતા મુછાળા યુવાનો અને ભાતીગળ ચણિયાના ઘેર લહેરાવતી યુવતીઓ અહીં ગરબા ગાય છે , દાડિયા – રાસ પણ ચગાવે છે , પુરુષો છત્રીનૃત્ય કરે છે . અને સોરઠી યુવતીઓ પોતાના ભાવી જીવન સાથીની શોધમાં ફરે છે .

મેળામાં સુંદર ભરત ભરેલી છત્રીઓ મેળાની વિશિષ્ટતા છે . પૌરાણિક અને દંતકથા પ્રમાણે પાંડવપુત્ર અર્જુનને દ્રૌપદી એ જયાં વરમાળા પહેરાવી એ મત્સ્યવેધ અને સ્વયંવર આ સ્થળે જ યોજાયો હતો .

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે .

શું તમે જાણો છો ?

સાયકોલોજી અનુસાર જો તમે વધારે આરામ કરો છો તો તમારું શરીર વધારે આરામ માંગશે અને જો તમે વધારે કામ કરો છો તો તમારું શરીર બવ આરામ માંગશે નહી.

અંબાજી મંદિર

અંબાજી :

ગુજરાતની ઉત્તર દિશામાં અને રાજસ્થાનની સરહદ પર આવેલ અંબાજી ગુજરાતનું સૌથી મોટું અને સુપ્રસિદ્ધ યાત્રાધામ છે .

અહીં ભાદરવી પૂનમના મેળાના સમયે 30 લાખ જેટલા યાત્રાળુઓ માં અંબાના દર્શનાર્થે પગપાળા તેમજ વિવિધ સંઘો સાથે માતાજીના ગુણગાન ગાતા આવતા હોય છે .

અહીં મુખ્ય સ્થળોમાં અંબાજી શક્તિપીઠ , ભગવાન શ્રીકૃષ્ણના ચૌલકર્ણ ( માથાના વાળ ઉતારવાની વિધી ) સાથે સંકળાયેલ માનસરોવર કુંડ , દેવોને મહિસાસુર રાક્ષસના ત્રાસથી છુટકારો અપાવનાર અંબાજી માતાનું અસલ સ્થાન એવું અંબાજીનો ગબ્બર , સરસ્વતી નદીના ઉત્પત્તિ સ્થળ તરીકે જાણીતું કોટેશ્વર મંદિર અને તેની પાસે આવેલ પૌરાણિક વાલ્મિકી આશ્રમ , આરસની ભવ્ય કલાત્મક કોતરણી માટે પ્રખ્યાત કુંભારીયા જૈન દેરાસર તેમજ તેની પાસે આવેલ કુંભેશ્વર મહાદેવ નું મંદિર અને ત્યાંથી બે કિલોમીટર અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી રીંછડિયા મહાદેવ , દક્ષિણ ભારતના શિલ્પ સ્થાપત્ય અનુસાર રચના ધરાવતું કામાક્ષી મંદિર ઉપરાંત અજયમાતાનું મંદિર , ગાયત્રી મંદિર તેમજ ચુંદડીવાળા માતાજી નું સ્થાન જેવા ઘણા જાણીતા ધર્મસ્થળો આવેલા છે .

ધર્મસ્થળો ઉપરાંત પણ અહીં ઘણા પ્રવાસન કેન્દ્રો આવેલા છે જે અંબાજી ને માત્ર યાત્રાધામ પૂરતું સીમિત ન રાખતા દરેક પ્રકારના પ્રવાસીને લાંબા સમય સુધી રોકવા આકર્ષિત કરે છે . જેમકે અંબાજી થી વિરમપુર તરફ જતાં ૧૦ કિલોમીટર આગળ સેબલપાણી નામે ગામ આવે છે , જે કુદરતી સૌંદર્ય , આદિવાસી સંસ્કૃતિ અને ઐતિહાસિક ગુફાચિત્રો એ ત્રણેય બાબતોનો સમન્વય ધરાવતું ગામ છે .

એવી જ રીતે અંબાજી થી 40 કિલોમીટર જેટલા અંતરે દાંતા તાલુકાના બે ગામો ગઢ મહુડી અને કાંટીવાસ નો વિસ્તાર ૧૧ મી સદી થી ૧૬ મી સદી સુધી આ વિસ્તાર પરમાર રાજાઓની રાજધાની હતી અને તરસંગ નામે જાણીતું સમૃદ્ધ નગર હતું . સમૃદ્ધ નગર હતું . અહીં પ્રાચીન પંચાયતન મંદિરો , મકાનો , મહેલો , શિલ્પો તેમજ વાવ ના અવશેષો ખંડિત અવસ્થામાં મળી આવે છે . વધુમાં અંબાજીની પ્રાચીન અરવલ્લીના પહાડોની હારમાળા માં આવેલ ટેકરીઓમાં ખમીરવંતી આદિવાસી પ્રજા વસવાટ કરે છે તેમજ તેમની ગૌરવરૂપ સંસ્કૃતિનો ઇતિહાસ આ ટેકરીઓમાં છુપાયેલો છે .

અહીં મુખ્યત્વે ભીલ અને ગરાસિયા આદિવાસી પ્રજા જોવા મળે છે અને અંબાજી પાસે આવેલા નવા વાસકાંઠા , લોટોલ , અંબેરા , નાગેલ , ગુડા , વિરમપુર , સનાલી વગેરે જેવા ગામો જોવા મળે છે .

ગિરનારના 9999 પગથિયાંનો ઇતિહાસ





ઇતિહાસ :

મિત્રો .

જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર , ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે . દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે .

આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા . પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું . યુધ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા . આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો .

જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “ મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું . ” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું . તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી . પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું . એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી .

તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા . અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ . તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા . તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો . તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી .

બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો . ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી . તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા . તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ . જેથી હું મારા પિતાને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું .

તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો , દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે . અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો . ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં , એ રસ્તે પગથિયાનું સર્જન કરજે .

આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા . વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો . માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા અને પગથિયાં બન્યા

સંત સાયાંજી ઝુલા

સંત સાયાંજી ઝૂલા :

આવા ભકતો આપણી ભૂમિ ના છે :ભક્ત સાયાજી ઝુલા જે ઈડર પાસેના કૂવાવા ગામના વતની હતા. એક દિવસ જયારે સાયાજી ઝુલા જે ઈડર રાજ દરબાર મા બેઠા હતા ત્યારે અચાનક ભર ડાયરામાં ઊભાં થઈ ને બે હાથ ઘસવા માંડયા અને આ જોઈ ડાયરાના માણસો એ પૂછયું કા ભગત આ શું ગાંડપણ આદર્યા છે ત્યારે ઝુલાજી એ કિધુ કે આ ગાંડપણ નથી પણ દ્વારકા ના નાથ ના વાઘાને જરા આગ લાગી હતી તે ઓલવતો હતો. ડાયરાના માણસો હસવા લાગ્યા અને કહ્યું કે ઝુલાજી હવે આવું તે કાંઈ બનતુ હશે ક્યાં દ્વારકા ને કયાં ઇડર હવે રાખો માપમાં રહો પણ રાજાને થોડોવહેમ અને થોડી શ્રદ્ધા હતી તેમને કહ્યું ભગત ખરેખર શું આ સાચું છે સાંયાજી એ કહ્યું હા મહારાજ ત્યારબાદ રાજાએ બે અસ્વાર ને એકબાજુ બોલવી તપાસ કરવા કહ્યું અનેે તે અસ્વારો મારતે ઘોડે ઉપડ્યા ઝટ આવે દ્વારકા લાંબી ખેપ પછી આ બન્ને અસ્વારો દ્રારકાના પૂજારી ને મળે છે અને આ વાત અંગે પૂછે છે કે આવી કોઈ ઘટના બની છે હાજર માંથી કોઈ પૂજારી એ કિધૂ કે હા આરતી વખતે ભગવાન ના વાઘા ને જયોત લાગી અને સળગવા લાગ્યા પણ અચાનક જાળ ની અગ્નિ ઓલવાઇ ગઈ પણ કેમ ઓલવાણી કાઈ ખબર નથી ત્યાર બાદ અસ્વારો પૂજારી ને ભગત જય દ્વારકાધીશ કહીં ઈડર આવવા નીકળી જાય છે અને દરબાર માં આવીને આ વાત કહે છે હા મહારાજ દ્વારકાનાથ ના પુજારી પણ મુંઝવણમાં છે કે આગ લાગી પણ ઓલવી કોણે અને કેવી રીતે એ ખબર નથી પડતી ત્યારબાદ તેમણે કહ્યું ઝુલાજીના હાથની તપાસ કરો તો ખબર અને પ્રમાણ બંને મળે અને ત્યારબાદ રાજાએ ઝુલાજી ને હાથ બતાવવા કહ્યું અને ઝુલાજી એ હાથ બતાવતા અરરરર આ શું ખરેખર તેમના હાથમાં ફોડલા ઊપડી ગયા હતા . આખો દરબાર ઝુલાજી ને જોઈ નમસ્કાર કર્યા વાહ ભગત હવે કયા કૂવાવા ને કયા દ્રારકા પણ ભકત ભગવાન થી મહાન છે આ સત્ય ઘટના બનેલી છે જે હો આવા સંતો ની

: વિરમદેવસિહ પઢેરીયા |

ચોટીલા

ચામુંડા માતાજી મંદિર

શું તમેશ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ જાણો છો ?

ચોટીલા – રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે . ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પંચાલ તરીકે ઓળખાતો હતો . અહીં માતા ચામુંડાનું મંદિર છે . માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે , જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા , કાલી માતા , અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે . ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે . માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે . આજે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે . આશરે 20,000 લોકોની વસતી ધરાવતું ચોટીલાનો સ્થાનિક વહીવટ ચોટીલા નગરપાલિકા કરે છે . જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે . ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે . ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે . રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં – 8 – એ પર વચ્ચે આવે છે ચોટીલા . અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે . સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ , ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે . ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફીટ જેટલી છે .

ચોટીલામાં પ્રવેશતા જ સંખ્યાબંધ ચૂંદડી અને પ્રસાદની દુકાનો નજરે ચઢે છે . આ સિવાય ચામુંડા માતાજીના મહિમાનું ગાન કરતી કેસેટો , સીડી , ડીવીડીની દુકાનો તો ખરી જ ! ચોટીલા પર્વતના તળિયે આવી સેંકડો દુકાનો જોવા મળે છે . ચોટીલા પર્વતથી થોડે દૂર વાહન પાર્ક કર્યા બાદ શ્રદ્ધાળુઓએ થોડું અંતર ચાલિને કાપવું પડે છે ત્યાર બાદ પર્વતના ચઢાણની શરૂઆત થાય છે . છેક પર્વતના શિખર સુધીના પગથિયાં પથ્થર વડે બનેલા છે . બારેય મહિના શ્રદ્ધાળુઓથી ધમધમતું મંદિર વર્ષના બારેય મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ , મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે . આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે . ચોટીલા પર્વતની તળેટીમાં જ ચોટીલા – નગર પણ વસ્યું છે . જાણે કે માતાજીની કૃપાદ્રષ્ટિ હેઠળ વસેલું નગર ! નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે . એવું કહેવાય છે કે દરરોજ સાંજે આરતી પૂરી થયા પછી દરેક વ્યક્તિ પર્વતથી નીચે આવી જવું પડે છે . પૌરાણિક કથા અનુસાર , દાનવ ચંડ અને મુંડતથા દેવી મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું . યુદ્ધમાં દેવીએ બંને દાનવોનો શિરચ્છેદ કર્યો અને તેને માતા અંબિકાને ભેટ ધર્યા.મહાકાળી માને આશીર્વાદ આપ્યા કે તમે ચામુંડામા ના નામે ઓળખાશો .

Design a site like this with WordPress.com
Get started